ધ ઈન્ફર્મેશન બોમ્બ

 

એક નેત્રહીન માણસ અને એક અપંગ માણસની વાર્તા નિશાળમાં ભણવામાં આવતી હતી. એકવાર એક નેત્રહીન માણસ અને અપંગ માણસને ક્યાંક જવાનુ થયુ. પોતાની શારીરિક દુર્દશાના લીધે કેવી રીતે આગળ જવુ એ સવાલ થાય છે, ત્યારે બન્ને સાથે મળી સુજાવ લાવે છે. નેત્રહીન માણસ અપંગ માણસને ખભે બેસાડે છે અને અપંગ માણસ ઉપર બેસી તેને રસ્તાનુ માર્ગદર્શન આપે છે. કેવી સરસ રીતે બન્ને સંયુક્ત સમજદારીથી પોતાના હેતુઓને પાર પાડે છે. વાર્તા જુની છે પણ પણ તેનું હાર્દ વર્તમાન મનુષ્યોને ઘણુ લાગુ પડે એવુ છે.

 

RELATIONSHIP: ઉપર જે વાર્તા જોઇ, દરેક સંબંધમાં વિશ્વાસ એ રીતે કામ કરે છે અથવા તો કામ નથી પણ કરતો. કાં તો તમે વિશ્વાસ કરો છો અથવા નથી કરતા. સંબંધમાં વિશ્વાસ એ નેત્રહીન માણસ અને અપંગ માણસની એકબીજા પાસેની અપેક્ષા જેવુ કામ કરે છે. અન્ય પર વિશ્વાસ રાખી આગળ વધો કાં તો એક જ જગ્યાએ થંભી જાવ. હવે,  જીવન/સમય કોઇની સાથે પસાર કરવાનો શુભ નિર્ણય લીધો છે તો થંભી જવાથી તો વૃદ્ધિ થશે નહી. તો ઓપ્શન A સિલેક્ટ કરો કે આગળ વધતા રહીએ(વીથ ફુલ ટ્રસ્ટ). તમે પોતે જ વિચારો.

 

રોજબરોજ આપણા જીવનમાં કઇક નવુ exclusive આવ્યા જ કરે છે લોકો એનાથી ટેવાઇ ગયા છે. ફોનનો ડેટા ઓન થતા જ દુનિયભરમાં શું ચાલી રહ્યું છે એની માહિતી તમારા હાથમાં આવી જાય છે. મોબાઇલ ફોન, ટેબ્લેટ, ઇન્ટરનેટ આ બધી ટેક્નોલોજી એક જ ઉદ્દેશથી આગળ વધી રહી છે તમને નવી માહિતી પુરી પાડવી. આ exclusiveness એ આપણને નવીનતાના રસિયા બનાવી દીધા છે. લોકો ને રોજ કઇક નવુ જોઇએ છે અને આ સુવિધાઓ રોજ નવીનતા પીરસવા તત્પર રહે છે. આને 'ઈન્ફર્મેશન બોમ્બીંગ' કહેવાય છે. જે દરરોજ તમારા મોબાઈલ દ્વારા તમારા મગજમાં નાખવામાં આવે છે.

 

આ બાબતની માનસિક અસર આજના મનુષ્યો પર થઇ છે. હવે, માણસોને સંબંધોમાં પણ exclusiveness જોઇએ છે. જો જે-તે વ્યક્તિ સાથેનો સંબંધ અપ ટુ ડેટ હશે તો તમારું સ્થાન એ વ્યક્તિની પ્રાયોરીટીમાં ટોપ પર રહેશે અન્યથા નવુ કોઇ મળ્યુ.(નવુ એટલે લેટેસ્ટ) આ 'નવા'ના લોકો બંધાણી છે. નવુ જાણવામાં અથવા વાપરવાના લોકો બંધાણી છે. તો પ્રાયોરીટી બદલાવાની સંભાવના રહે છે. નવો ફોન, નવી બાઇક, નવી ગાડી, નવુ ફર્નિચર, નવી માહિતી, નવુ સ્ટેટસ અને નવા સંબંધો. ૨૧મી સદીની નવી જરુરીયાતો બની ગઇ છે.

 

આ બધી ભાગદોડમાં રોજ પોતાને પોલીશ મારતા રહેવુ જરુરી થઇ ગયુ છે. તે ઓફીસમાં કોની સાથે શુ કરતો હશે? તે બજારમાં કોની સાથે શુ ચાળા કરતી હશે? આવા પ્રશ્ન મનુષ્યને જીવનના એવા દિવસો દેખાડી દે છે, જેની કલ્પના ઘૃણાસ્પદ છે, તેના પરિણામો માઠા આવે છે. બધુ આટોપાઈ જાય પછી એક જ પ્રશ્ન રહે છે કે કેવી રીતે આ સંબંધ નિષ્ફળ નિવડ્યો?? હુ તો એનો ફેવરીટ હતો/હતી. તો કેમ અમારી વચ્ચે આટલી લાંબી વિશમતા આવી? વિચારોમાં જેની હાજરી સતત રહ્યા કરતી હતી, એ કેમ હવે સ્નેહના બીજા છેડે નથી રહી. પ્રિયજનની વાટ જોવાની વૃત્તિને કવિ શ્યામ સાધુ સરસ શબ્દોમાં વર્ણવે છે:

"માત્ર એના આવવાની અટકળે

મનના ચોકે મોતીઓ વેરાય છે"

 

આવી જ ભાવના એક સમયે એના માટે મનમાં થઈ હશે અને આજે જુદા થઇ ગયા? દૂર થઈ જવુ પડ્યુ? ૨૧મી સદીમાં વસ્ત્રો અને વિચારો કરતા મૂલ્યો-માહિતી જલ્દી બદલાય છે. રોજ નવી માહિતી સાથે નવુ પર્સેપ્સન. રોજ આવતી આ માહિતીમાં પ્રિય વ્યક્તિ મનના કોઈ ખૂણે જૂની થઈ જાય છે. એક રૂમમાં બેસેલા પતિ-પત્ની પરસ્પર જોડાવાના બદલે ફોનની દુનિયામાં લોકો સાથે કનેક્ટ થવા પ્રયત્ન કરતા હોય છે.

 

જેના વિચારો મનમાં રમ્યા કરતા હતા, આજે એ વ્યક્તિ ફોન પર વધારે વાર એંગેજ હોવાના કારણે શંકા થાય છે. એ કારણથી સંબંધમાં ફાટ પડે છે. ફોનમાં જોયો એનો લાસ્ટ સીન અને ફોનમાં જ અન્ય વ્યક્તિ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અથવા સોશ્યલ મીડિયા પર પોતાના ઇમોશન્સ રજૂ કર્યા. માનવ-માનવ વચ્ચેનો સંવાદ જ કપાઈ ગયો. તમારી લાગણીઓ ૫ ઈંચના સાધનથી બદલાય છે, તમારી પ્રિય વ્યક્તિ આ બધામાં તમને મૂકીને અન્ય સાથે એંગેજ થાય એ બાબત શંકા ઊભી કરી શકે એ વાત જ ક્ષુલ્લક છે અને જો વાંક એનો હોય તો પણ ફોનમાં વ્યસ્ત એવા આખા સમાજમાં કેટલા લોકોનો વાંક કાઢશોજો વાંક એનો છે તો તમે કેમ એને પોતાના તરફ પરાવર્તિત ન કરી શક્યા? તમારા પહેલા પણ કોઇક એની સાથે હતુ ને અથવા હોઇ શક્યુ હોત ને અને ભવિષ્યમાં પણ હશે અથવા હોઇ શકે છે. આ વ્યક્તિચક્રને રોકવું અશક્ય છે.

 

એક જ વ્યક્તિના ગુણગાન ગાઇ એને જ વળગી રહેવું ૨૧મી સદીમાં આઉટ ડેટેડ વાત થઇ ગઇ છે. લવમાં એકને જ સમર્પિત રહેવા માટે રેગ્યુલર પોતાની જાતને અપડેટ કરતા રહેવું જરુરી છે. (હા, ચેલેન્જ માની લો આ વાત) કારણ તમે માણસો માટે ગમે એટલુ કર્યુ હશે એ ભૂલી જશે. પ્રાયોરીટીની પ્રથમ ચોઇસ જેને રાખી હતી એની પણ અવગણના થઇ જશે. જે ટાઇમ તમે વ્યક્તિમાં ઇન્વેસ્ટ કર્યો હતો એ ટાઇમ પણ એની સાથે જતો રહેશે. જો તમે exclusive અથવા updated નહી રહો તો!

 

વારંવાર ફોન ચેક કરવો, તે વ્યક્તિનો લાસ્ટ સીન જોવો અને મનમાં બળાપો કર્યા કરવો એ અસ્વસ્થ સંબંધની નિશાનીઓ છે. આ ઈન્ફર્મેશન બોમ્બીંગના શિકાર થવા કરતા થોડો વિશ્વાસ તમારી પ્રિય વ્યક્તિ પર રાખજો અને સતત હૂંફ અને લાગણી વરસાવવાનો પ્રયત્ન કરતા રહેજો. કારણ સંબંધ, સ્થિતિ અને સ્થળ બદલાય જશે પણ તમે એમને કેવુ ફીલ કરાવ્યું, તમે એ વ્યક્તિ માટે જે કર્યું છે એની ભાવના, એ અહેસાસ વ્યક્તિને હંમેશા યાદ રહે છે.

 

જો તમારી શંકા સાચી હોય, એક વખતના નિકટના યાર દૂર થઇ ગયા હોય તો ઉપર જણાવ્યુ એમ વિશ્વાસ અને હૂંફથી સંબંધોના સેતુ પુન:નિર્મિત કરી શકાય. બાકી, આક્ષેપો અને આરોપથી કોર્ટમાં કેસ લડી શકાય સંબંધ સુધારી શકાતા નથી.

 

છેલ્લે, ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનની એક પંક્તિ કહી વિરમું છુ:

"इतनी कसमे ना खाओ घबरा कर,

जाओ, हम एतबार करते हे।

 

-કીર્તિદેવ

Email: kirti0.koradiya@gmail.com




Comments

Post a Comment